સરીન ક્લેરિટી અને સરીન કલર: સ્વયંસંચાલિત તટસ્થ ડાયમંડ ગ્રેડીંગ ટેકનોલોજી - Sarine钻石证书-4C标准钻石原石及光性能火彩新零售溯源技术珠宝趋势

સરીન ક્લેરિટી અને સરીન કલર: સ્વયંસંચાલિત તટસ્થ ડાયમંડ ગ્રેડીંગ ટેકનોલોજી

સરીને તાજેતરમાં નવી ગ્રેડિંગ ટેકનોલોજીના ડેવલોપમેન્ટ વિષે જાહેરાત કરી હતી કે ઉદ્યોગજગતમાં આજે જે પ્રકારે ડાયમંડ ગ્રેડિંગ થાય છે તેમાં ક્રાન્તિ લાવનારું રેહશે. આના વિષે આગળ વધુ વાંચો…

ઇઝરાયેલ ડાયમંડ એક્સચેન્જ – રમતગન ખાતે નવેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં સરીન સીઇઓ ઉજી લેવમી દ્વારા સરીન ક્લેરિટી™ ઉપકરણ,  કે જે વિશ્વની પ્રથમ ઓટોમેટેડ, સચોટ અને વિશ્વસનીય ગ્રેડિંગ માહિતી પૂરી પાડવા માટે રચાયેલ છે તેની રજૂઆત કરી હતી. સરીન ક્લેરિટી ™ એક ગણિતીક અલગોરિધમ પર આધારિત લર્નિગ મશીન છે કે તેના પર થતા ડાયમંડના દરેક મેજરીંગ અને ગ્રેડિંગ સાથે તે વધુને વધુ ચોક્કસ બને છે. નવી ક્લેરિટી ગ્રેડિંગ ટેકનોલોજીમાં વર્ગીકરણ અને ફિલ્ટર ઓપ્શન હશે કે જે વપરાશકર્તાને બજાર માગ અનુસાર ક્લેરિટી પસંદગીઓ પૂર્વ વ્યાખ્યાયિત કરવા માટે મદદરૂપ થશે અને તેથી જ વર્ગીકરણ ઓપ્શન ગ્રેડિંગ તબક્કે જ પૂરુ પાડવામાં આવ્યુ છે. મિસ્ટર.લેવમી અનુસાર, “આ નવી ટેકનોલોજી, અત્યારની મેન્યુઅલ તેમજ લેબર આધારિત ક્લેરિટી  ગ્રેડિંગના પાસાને દૂર કરશે, તેમજ જેમોલોજીસ્ટના સમયનો બચાવ કરી તેમને વધારે સમય  વ્યાવસાયિક મુદ્દાઓના નિર્ણયો લેવામાં આપી શકશે. સાચી પ્રમાણિત ગ્રેડિંગ સિસ્ટમની ખૂબી ઉપરાંત, આ ટેકનોલોજી ફિલ્ટર અને ક્લેરિટી વર્ગીકરણ કરવા માટે પણ ક્ષશમ છે  જેથી વિવિધ પસંદગીઓ અને ચોક્કસ બજાર સેગમેન્ટોની માગણીઓ અનુસાર હીરા સૉર્ટ થઇ શકશે. અમારી નવી ગ્રેડિંગ ટેકનોલોજી માત્ર એક ઉદ્યોગને મદદરૂપ નહી હોઈ, પણ આ સુસંગત ગ્રેડિંગ પ્રક્રિયા – રિટેલર સ્ટોરોને પણ સ્ટ્રીમલાઇન થવામાં મદદ કરશે કે જેઓ પણ હાલની ડાયમંડ પાઇપલાઇનમાં સામીલ છે”.

સરીન ક્લેરિટી™ ઉપરાંત, સરીને સરીન કલર™ – સ્વયંસંચાલિત કલર ગ્રેડિંગ ટેકનોલોજી, કે જે કલર ગ્રેડિંગમાં લેબ દ્વારા થતા ગ્રેડીંગ જેવી જ ચોકસાઈ ધરાવે છે તેવી ટેકનોલોજીની પણ જાહેરાત કરી હતી. પહેલેથી જ વિશ્વભરમાં કટ વર્ગીકરણમાં સરીનના ‘ડાયામેન્સન™’ ઉપકરણનો  ઉપયોગ કરવામાં આવે છે તો આ સાથે જ , સરીન ક્લેરિટી™ અને સરીન કલર™ ડાયમંડ ઉત્પાદકો અને જેમ લેબ્સમાં થતા ૪C(ફોર-C) ગ્રેડિંગ માટે સંપૂર્ણ સ્વયંસંચાલિત ગ્રેડિંગ સોલ્યુશન પૂરું પાડશે.

સરીન ક્લેરિટી™ અને સરીન કલર™ હાલમાં ભારતમાં બીટા પરીક્ષણમાં છે. આ ટેકનોલોજી વર્ષ ૨૦૧૭ના મધ્યમાં બજારમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

વધુ માહિતી માટે, મુલાકાત લો http://www.sarine.cn/revolution-begins/